લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો આંચકો લાગ્યો છે. આવકવેરા વિભાગે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાસેથી 115 કરોડ રૂપિયાની બાકી ટેક્સની વસૂલી પેટે 65 કરોડ રૂપિયા વસૂલ્યા છે. વિભાગે મંગળવારે કોંગ્રેસ પાર્ટીના બેંક ખાતામાંથી આ વસૂલી કરી છે. વિભાગે ટેક્સની વસૂલાત કરવા માટે કોંગ્રેસના એકાઉન્ટની ઓળખ કરી હતી, ત્યારબાદ આ કાર્યવાહી કરાઈ હતી.