મણિપુરમાં ભાજપે 32 બેઠકો સાથે પોતાના દામ પર સરકાર બનાવી છે.NPF પાસે 5 બેઠક અને NPP પાસે 7 બેઠક છે. JDUએ મણિપુર વિધાનસભા ચૂંટણીમાં 6 બેઠક જીતી હતી. અહીં કોંગ્રેસ પાસે 5 બેઠક છે જ્યારે KPA પાસે 2 ધારાસભ્ય છે. JDUના સમર્થન પરત લેવાથી ભાજપ સરકાર સામે કોઇ ખતરો નથી પરંતુ આ નિર્ણયના દુરગામી પરિણામો આવશે. દિલ્હીથી પટના સુધી અર્થઘટન કરવામાં આવશે. આ વર્ષએ ઓક્ટોબરની આસપાસ બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. આવી સ્થિતિમાં નીતિશની પાર્ટીના આ નિર્ણયને ભાજપ પર સીટ વહેંચણી માટે દબાણ બનાવવાની રણનીતિ તરીકે પણ જોવામાં આવી રહ્યું છે