ગાંધીનગર ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને માટે રાજ્યની તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હવે વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહી ગયા છે ત્યારે ચૂંટણી પંચ પણ 17 અને 18 સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં અમદાવાદમાં વિધાનસભા ચૂંટણી અંતર્ગત એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના તમામ જિલ્લા કલેકટર અને તમામ જિલ્લાના પોલીસ તથા અમદાવાદ, સુરત, બરોડા, જામનગરના પોલીસ કમિશનર પણ હાજર રહેશે. અમદાવાદમાં ખાનગી હોટલમાં આ બેઠકોનો દોર બે દિવસ સુધી યોજાશે. કેન્દ્રીય ચૂંટણીપંચના 9 સભ્યોનું ડેલિગેશન આજથી ગુજરાત આવશે. શનિવાર અને રવિવારના રોજ એમ બે દિવસ સુધી ગુજરાતમાં અનેક બેઠકો યોજાશે. ચૂંટણીપંચના ડેલિગેશનમાં 3 ડેપ્યુટી ચૂંટણી કમિશનરો પણ સામેલ રહેશે.