ડો ધીમંત પુરોહિત
તમને ખબર છે, આપણે ૨૦૧૮મા નક્કી કરેલું કે હવેથી ગુણવંત શાહ વિષે વાત નહિ કરીએ. આ કલમ બ્રહ્મચર્ય બે વરસ પળાયું અને આજે હવે આ કપરા કોરોના કાળમાં તોડવું પડશે. ભાસ્કરની રવિપૂર્તિ રસરંગ મારા ટેબલ પર પડી છે. ગુશા લખે છે, કે “આવું લખતી વખતે મને ડર લાગે છે, કે કદાચ કેટલાક મિત્રો મારા પર તૂટી પડશે. હું મારી પીઠ તૈયાર રાખીને જ ડંડા પડે એની પ્રતીક્ષા કરી રહ્યો છું. એવા બુદ્ધિખોર અને નિન્દાપ્રેમી લોકોને ખાસ વિનંતી કે તેઓ મને ફટકારવામાં કોઈ જ કસર ન રાખે”. આનો સાદો દેશી ભાષામાં અનુવાદ આમ થાય – “આ બેલ મુઝે માર”. ખબર નહી મને કેમ એવું લાગે છે, કે કોઈ મને લાગણીભીનું નિમંત્રણ પાઠવી રહ્યું છે. “આદરણીય મોરારિબાપુ પર માછલાં ધોવાય, ત્યારે મૌન પાળવામાં અધર્મનું અભ્યુત્થાન છે” આ લેખ નહિ નહિ તોયે ત્રણ ચાર વાર જોઈ ગયો છતાં સમજાયું નહિ, કે આ લેખ ગુશાએ મોરારિબાપુની તરફેણમાં લખ્યો છે, કે વિરોધમાં. આજ તો ખૂબી છે એમની. એની પર તો હું કાયલ છું. બાળપણમાં પોળમાં મદારી આવતા. મદારી નાના મોટા લખોટાનાં ખેલ બતાવી પછી એક સાપ એના કરંડીયામાથી કાઢે – બે મોઢાવાળો સાપ. ટેલીવીઝન પહેલાના યુગમાં આ મનોરંજન અમારી ઉંમરના સૌએ માણ્યું હશે. મોટા થયા પછી ખબર પડી, કે એ સાપને ધામણ કહેવાય એને મ્હો તો એક જ હોય પણ એ એવું હોય, કે મ્હો કયું અને પૂછડુ કયું એ ખબર જ ના પડે. ગુશાનાં લેખો પણ આવા જ હોય છે. તમને એમના પહેલા અને બીજા ફકરા વચ્ચે કોઈ સાંધા ના જડે. એમની કળા એના સર્વોચ્ચ પર હોય ત્યારે તો એક જ ફકરાના બે વાક્યો અને પછી એક જ વાક્યના બે શબ્દો વચ્ચે પણ જોજનોનું અંતર લાગે. શરૂઆત અને અંત જોતા તો અદ્દલ ધામણ જ યાદ આવે. વળી આ વખતે તો પાઘડી કરતા વળ વધારે મોટો છે. કોરોનાએ દુનિયાના બધા સમીકરણો બદલી નાખ્યા છે. અમેરિકાના ટ્રમ્પ ભારત પાસે દવાની ગોળીઓ માંગે, મુંબઈથી ઉત્તર ભારતીયો જતા રહેવા માંગતા હોય અને શિવ સેનાવાળા એમને રોકાતા હોય એ તમે 2020 પહેલા ક્યારેય કલ્પેલું? એ બધું જ આજે બની રહ્યું છે. એવું જ કૈક ઉલટ પુલટ મોરારિ બાપુ સાથે બની રહ્યું છે. ૭૫ વર્ષનું બેદાગ જીવન અને કથાકારની સુપરસ્ટાર કેરિયર ધરાવતા બાપુ હમણાં હમણાથી સ્વામીનારાયણ – કૃષ્ણ – અલ્લા મૌલા જેવા વિવાદોમાં ફસાઈ રહ્યા છે. એમાયે હદ તો ત્યારે થઇ, જયારે આખી જીન્દગી લોકોને મદદ કરનારા ૭૫ વરસના મોરારી બાપુને એમનાથી પાંચ વરસ (ગુણવંત શાહ) થી પચીસ વરસ મોટા (નગીનદાસ સંઘવી) જેવા ઉંમરલાયક વડીલોની કાખ ઘોડીની મદદ લેવી પડી. ૮૪૪મી કથા જે કોરોનાને કારણે ઓન લાઈન થઇ રહી છે, એમાં પોતાના વિવાદો માટે માફીઓ માંગતા માંગતા બાપુની આંખ કદાચ એટલે જ ભીની થઇ ગઈ હશે. એક બાપુ ફરી એક વાર બીજા બાપુના બચાવમાં આવ્યા છે. મૂળ વાત મોરારી બાપુની છે. બાપુએ જ્યારથી સ્વામીનારાયણ સંપ્રદાય સાથે શીંગડા ભરાવ્યા છે, ત્યારથી એમની પનોતી બેઠી છે. એમના બે – ત્રણ વરસ જુના વિડીયો શોધી શોધીને એમના નામે નવા નવા વિવાદો ઉભા થાય છે. સ્વામીનારાયણવાળા વિવાદમાં મોરારી બાપુ ખરેખર સાચા હતા. સ્વામીનારાયણવાળા બસો વરસ પહેલા બ્રિટીશ શાસન દરમ્યાન થયેલા સહજાનંદ સ્વામીને સનાતન ધર્મના મહાદેવ શિવ કરતા મોટા બતાવે એ ધર્મ શાસ્ત્રની રીતે ખોટું જ છે. આમ છતાં બાપુના સમર્થનમાં એમના સાહિત્યકાર-કોલમબાજ-ભાષણબાજ ચેલકા-ચેલકીઓ જાણીતા કારણોસર ખુલીને બહાર ના આવ્યા. ગુશા જેવાએ લખવા ખાતર લખ્યું તો યે મોરારી બાપુ ય મહાન અને સ્વામીનારાયણવાળા પણ મહાન એવું દંભી ગોળ ગોળ કરી નાખ્યું. બીજો વિવાદ કૃષ્ણનાં વંશજોનાં અનાચારનો છે. આ મુદ્દે પણ બાપુ સાચા હતા. શાસ્ત્રોમાં એના પુરાવા પણ છે. એનાથી શરુ થયેલો શબ્દપ્રયોગ યાદવાસ્થળી આજે પણ પ્રચલિત છે. આમ છતાં, બાપુએ સજળ નૈને ઓનલાઈન માફી માગી. અત્યારે તો કોરોનાને કારણે બાપુની કથાઓ લાંબા સમયથી બંધ છે. છેલ્લી કથા તો અધુરી છોડાવી પડી. છતાં એક જુનો વિડીઓ જેમાં બાપુ એમની રામ કથામાં અલ્લા મૌલા ગાય છે એ શોધી કાઢી, અત્યારે રાષ્ટ્રીય કક્ષાએ વિવાદ ઉભો કરાયો. એક હિંદુ કથાકાર સર્વ ધર્મ સમભાવની વાત કરે એમાં ખોટું શું છે? હવે તો નરેન્દ્ર મોદી પણ ઈદ મુબારકની ટ્વીટ કરતા થયા છે. ગાંધી તો હંમેશા ‘ઈશ્વર અલ્લા તેરો નામ, સબકો સંમતિ દે ભગવાન’ ગાતા. સામાન્ય મુસ્લિમ પ્રજાએ સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કોઈ વિરોધ વગર સ્વીકાર્યું જ છે. આ એક યુગ પરિવર્તનનો સમય છે. આમ છતાં, આ મુદ્દે મોરોરી બાપુ પર માછલા, કાચબા અને મગર મચ્છો ધોવાયા. ત્યારે લોકડાઉનમાં સુષુપ્ત થઇ ગયેલા ગુશાના ચિત્તમાં એક વિષય સળવળ્યો. ગુશાએ મોરારી બાપુને ખુલેલા – ખીલેલા સુગંધીદાર પુષ્પ સાથે સરખાવી, વધુ પડતી મીઠાશથી બાપુને ડાયાબીટીશ ના થઇ એનું ધ્યાન રાખતાં, વચ્ચે વાચકને પોતે એટલે કે ‘અહમ ગુણવંતાસ્મિ’ કેટલા ડીજીટલ આદિવાસી છે, એ સમજાવ્યું – “સોશયલ મીડિયા કે ઈન્ટરનેટ કે યુટ્યુબની બાબતમાં હું ‘અભણ’ છું. મારો મોબાઈલ ફોન ગ્રામોદ્યોગની કક્ષાનો છે. સ્માર્ટફોન વાપરતા મને નથી આવડતું.” (આમ છતાં, ફેસબુક પરનો આ લેખ તેઓશ્રી જરૂર વાંચશે અને તત્કાલ અપેક્ષિત પ્રતિભાવ પણ આપશે, જો જો.) મોબાઈલ ફોનના વિરોધને બહાને ગુશા પ્રજાને એ જણાવવાનું પણ ચૂકતા નથી, કે તેઓશ્રી સરકારી ખર્ચે એટલે કે આપણા પૈસે ફિનલેન્ડ ગયા હતા, પણ વિરોધ પ્રદર્શિત કરવા ‘નોકિયા’ ફોન ઉત્પાદક ફેકટરી જોવા નહોતા ગયા. (આવા ઉગ્ર વિરોધ પ્રદર્શનને કારણે જ બાદમાં નોકિયા ફોનનું ઉત્પાદન જ બંધ થઇ ગયું.) ભાસ્કરની છમાંથી ત્રણ કોલમ ગુશા આવી આડી અવળી વિષયાન્તારની – મેં કર્યું – હું ગયો – હું ના ગયો જેવી વાતોમા જ બગાડે છે. એ જ એમની વિશેષતા છે. પોતાની મહાનતા બતાવવા તેઓશ્રી પોતાના જ સાથીઓને દિગંબર ચીતરતા અચકાતા નથી. જુઓ આ લેખનો જ એક નમુનો – “આદરણીય મોરારી બાપુ સાથેનો મારો સંબંધ નિર્વ્યાજ છે. એમની કોઈ દેશવિદેશની કથામાં હું એમને પૈસે એક પણ વાર ગયો નથી.” (બીજા બધા સાહિત્યકારો જાય છે.) “અસ્મિતા પર્વમાં કે અન્ય પ્રસંગે મહુવામાં પ્રવચનો માટે એક પણ પૈસાનો પુરસ્કાર સ્વીકાર્યો નથી.” (બીજા બધા સાહિત્યકારો સ્વીકારે છે.) “નૈરોબી કે ઉત્તર કાશીની કથા વખતે જે ગુજરાતી સાહિત્યકારો ગયા હતા, તેવા લોકો માટે બાપુના અંગત મિત્ર સદગત વિનુભાઈ મહેતાએ BPL જેવા ત્રણ અક્ષરો પ્રયોજેલા. BPL એટલે : ‘બાપુને પૈસે લીલાલહેર’. આ વાત આદરણીય બાપુએ દર્શક એવોર્ડ માટેના સમારંભમાં લોકભારતી સણોસરામાં પોતે કરી હતી!” આગળ પાછળના આવા પેડીંગ બાદ કરો તો મૂળ વાત તો અડધી કોલમથી પણ નાની છે. જ્યાં ગુશા ચીપીયો પછાડે છે. “એક બાબત મને ખુંચે છે. ‘રઘુપતિ રાઘવ રાજારામ’ જેવી ધૂનમાં ‘ઈશ્વર અલ્લા તેરો નામ’ જેવા શબ્દો નિશાળો, મંદિરો અને આશ્રમોની પ્રાર્થનાઓમાં સામેલ થયા, તોય ક્યાય પ્રતિઘોષ ન સંભળાયો. વિનોબાજીએ સર્વધર્મની પ્રાર્થનામાં દુનિયાના બધા ધર્મોને સ્થાન આપ્યું, પરંતુ ભારતીય મુસ્લિમો તરફથી પ્રતિભાવ ન મળ્યો તે ન જ મળ્યો. ગાંધીજીએ મુસલમાનો પ્રત્યે એકપક્ષી સદભાવનો અતિરેક કર્યો હતો. આદરણીય મોરારી બાપુ પણ એકપક્ષી ઉદારતાનો અતિરેક કરે છે. આવો અતિરેક સર્વધર્મ સમભાવ માટે ઉપકારક ખરો? (જસ્ટીસ ગુશા:) ‘ના, ના, ના.’ આ દેશને પંડિત નહેરુનું સેક્યુલારિઝમ ખુબ મોંઘુ પડ્યું છે. સરદાર પટેલનું સેક્યુલારિઝમ સો ટચનું હતું. આવી નાની બાબતે આદરણીય મોરારી બાપુની પાછળ ખાઈખપુસીને પડી જવામાં કોઈ વિવેક ખરો?” ગુશાશ્રી આખરે આદરણીય મોરારી બાપુને સલાહ આપે છે – ઝેર પીને આપઘાત કરી લો બાપુ. વળી પોતાની કોઈ કાયદાકીય જવાબદારી ના બને એટલે સલાહમાં ઝવેરચંદ મેઘાણીએ ગાંધીજી માટે લખેલી કવિતા ટાંકે છે – “છેલ્લો કટોરો ઝેરનો આ: પી જજો, બાપુ!” આવા દોસ્તો હોય તો મોરારી બાપુને કોઈ દુશ્મનોની જરૂર ખરી? હવે તો ભાસ્કરે પણ ગુશાના લેખની નીચે ખુલાસો છાપવો શરુ કર્યો છે – (આ લેખમાં વ્યક્ત થયેલા વિચારો લેખકના પોતાના છે) – બોલો હવે તો ૮૦ – ૧૦૦ની ઉપરની ઉંમરવાળાઓએ નિવૃત્ત થઇ જવું જોઈએ કે નહિ? મોટેથી બોલો મિત્રોન નિવૃત્ત થઇ જવું જોઈએ કે નહિ? ગાંધી ટોપીની કરચલીઓ : નેટફ્લીક્સની ફર્સ્ટ એન્ડ બેસ્ટ સીરીઝ ‘સેક્રેડ ગેમ્સ’માં ખલનાયક ગણેશ ગાયતોંડેનો અમર થઇ ગયેલો મોનોલોગ છે – “કભી કભી મુઝે લગતા હૈ, અપુન હી ભગવાન હૈ” – “અહમ બ્રહ્માસ્મિ”. અપુનવાલેકો તો કભી કભી નહિ, હમેશા કે લિયે લગતા હૈ, “અહમ ગુણવંતાસ્મિ.....”