કેન્દ્ર સરકાર દ્વારા પાસ કરાયેલા કૃષિ કાયદા (Farm Laws) સામે દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન ( Farmers Protest) વચ્ચે કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ( Narendra Singh Tomar) આજે રાજ્યસભામાં પોતાની વાત રજુ કરી. કૃષિમંત્રીએ કહ્યું કે ભારત સરકાર સતત ખેડૂતો સાથે વાતચીત કરવામાં લાગી છે. તેમણે કહ્યું કે તેમની સરકાર ત્રણ કૃષિ કાયદામાં સંશોધન માટે તૈયાર છે. પરંતુ સંશોધનનો અર્થ એ નથી કે આ કૃષિ કાયદા ખોટા છે.
તોમરે કહ્યું કે, 'અમે એક પછી એક તેમને પ્રસ્તાવ આપવાનો પણ પ્રયત્ન કર્યો. પરંતુ મેં સાથે એમ પણ કહ્યું કે જો ભારત સરકાર કોઈ પણ સંશોધન માટે તૈયાર છે, તેનો અર્થ એ ન હોવો જોઈએ કે ખેડૂત કાયદા (Farm Laws) માં કોઈ ભૂલ છે. પરંતુ ખેડૂતો આંદોલન પર છે. આખા એક રાજ્યમાં લોકો ગેરસમજનો શિકાર થયા છે. ખેડૂતોમાં એ વાત અંગે ભ્રમ ફેલાવવામાં આવ્યો છે કે આ કાયદો તમારી જમીન લઈ લેશે. હું કહું છું કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગના એક્ટમાં કોઈ પણ એવી જોગવાઈ બતાવો. દુનિયા જાણે છે કે પાણીથી ખેતી થાય છે. લોહીથી ખેતી ફક્ત કોંગ્રેસ (Congress) જ કરી શકે છે. ભારતીય જનતા પાર્ટી (BJP) લોહીથી ખેતી કરી શકે નહી.'