કૃષિ બિલના વિરોધમાં કોંગ્રેસ મોટા અભિયાનની તૈયારી કરી રહી છે. કોંગ્રેસ પોતાના આંદોલનને સંસદથી રસ્તાઓ પર લઈ જવા માટે કમર કસી રહી છે. તેના પર બોલતા કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ કહ્યુ, 'પ્રજાતંત્રનું ગળા દબાવવામાં આવી રહ્યું છે. પહેલા નોટબંધી દ્વારા વેપાર બંધી અને હવે ખેત બંધી. અમે જન આંદોલનની તૈયારી કરી લીધી છે. આગામી 72 કલાકમાં કોંગ્રેસ દરેક રાજ્યના હેડક્વાર્ટરમાં જઈને મોદી સરકારની પોલ ખોલશે. ત્યારબાદ પાર્ટી કાર્યકર્તા રાજભવનની સામે પ્રોટેસ્ટ માર્ચ કરશે અને તે માંગ રાખશે કે સરકાર આ કાયદાને પરત લે.'