વર્તમાન નાણાં વર્ષમાં દેશનો કૃષિ વિકાસ દર ૪.૪૦ ટકા હાંસલ કરવો હશે તો ભારતની કૃષિ તથા તેની સાથે સંકળાયેલી પ્રવૃતિઓનો વર્તમાન નાણાં વર્ષના ચોથા ત્રિમાસિક ગાળાનો વિકાસ દર ૫ ટકા જેટલો તંદૂરસ્ત રહેવો જોઈશે. પાંચ ટકાનો વિકાસ દર તાજેતરના સમયનો શ્રેષ્ઠ ગણાશે આમ છતાં ઓકટોબર-ડિસેમ્બર ત્રિમાસિકની સરખામણીએ તે થોડોક નીચો હશે. સેન્ટ્રલ સ્ટેટેસ્ટિકલ ઓફિસ દ્વારા તાજેતરમાં જારી કરાયેલા આંકડા પ્રમાણે, નાણાં વર્ષ ૨૦૧૬-૧૭માં કૃષિ અને તેને સંલગ્નિત પ્રવૃતિઓનો વિકાસ દર ૪.૪૦ ટકા રહેવાની ધારણાં મુકાઈ છે અને ત્રીજા ત્રિમાસિક ગાળાનો વિકાસ દર ૬ ટકા અંદાજાયો છે.