રક્ષા મંત્રી રાજનાથ સિંહ એ ઉદ્યોગ સંગઠન ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (FICCI)ની 93મી વાર્ષિક બેઠકને સંબોધિત કરી. આ દરમિયાન ખેડૂત આંદોલન નો ઉલ્લેખ કરતાં રાજનાથ સિંહે જણાવ્યું કે, કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની તાકાત અને કૃષિ ક્ષેત્રને નબળું કરવા માટે પગલા ભર્યા હોવાનો કોઈ સવાલ જ ઊભો નથી થતો. રાજનાથ સિંહે કહ્યું કે, ખેડૂતોની આવક વધારવા માટે કૃષિ ક્ષેત્રોમાં સુધાર પર ફોકસ કરવામાં આવ્યું છે. અમારી સરકાર હંમેશાથી દેશના ખેડૂતોના સર્વોત્તમ હિતોનું ધ્યાન રાખતી આવી છે.