ગાંધીનગરમાં છેલ્લા દસ દિવસથી વ્યાયામ શિક્ષકો પોતાની પડતર માંગને લઈને કાયમી ભરતીની માગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ગત 17 માર્ચથી આંદોલન પર ઉતર્યા છે, આજે હડતાળનો દસમો દિવસ હોવા છતાં વ્યાયમ શિક્ષકો પોતાની માંગોને લઇને અડગ છે. જોકે વ્યાયામ શિક્ષકોએ વિધાનસભા તરફ આગેકૂચ કરી હતી. જ્યાં ગેટ નંબર 1 તરફ જાય તે પહેલાં પોલીસેે તેમની અટકાયત શરૂ કરી હતી. આ દરમિયાન આંદોલન કરનારા વ્યાયામ શિક્ષકો આક્રમક મૂડમાં દેખાયા હતા.