ગુજરાતમાં ચૂંટણી માહોલ બરાબર જામ્યો છે. ભાજપે સ્ટાર પ્રચારકોની પૂરી ફોજ ચૂંટણી મેદાનમાં ઉતારી છે, ત્યારે ભાજપના ફાયરબ્રાન્ડ નેતા અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સુરતમાં મોરચો માડ્યો છે. સુરતના વરાછા વિસ્તારમાં યોગી આદિત્યનાથે ભવ્ય રોડ શો યોજ્યો હતો. “બુલડોઝર બાબા”ના નામથી જાણીતા યોગી આદિત્યનાથનું વરાછામાં ભવ્ય સ્વાગત થયુ હતુ. ભાજપ કાર્યકરોએ બુલડોઝરમાં બેસીને “બુલડોઝર બાબા” પર ફૂલ વર્ષા કરી હતી. યોગી આદિત્યનાથના રોડ શોને પાટીદાર વિસ્તારોમાં ભવ્ય પ્રતિસાદ મળતા ભાજપમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.