પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ કહ્યું છે કે કેન્દ્રીય એજન્સીઓ જેવી કે સીબીઆઇ, ઇડી વગેરે ટીએમસીના નેતાઓને ધમકાવી રહી છે કે ભાજપમાં જોડાઇ જાવ નહીં તો આકરા પરિણામ ભોગવવા માટે તૈયાર રહો. બંગાળના પુરુલિયામાં રેલીને સંબોધતા મમતાએ કહ્યું હતું કે મમતાએ કહ્યું હતું કે ઇડી, સીબીઆઇ, એનઆઇએ, આઇટી વિભાગ ભાજપના હાથા બનીને કામ કરી રહ્યા છે. આ એજન્સીઓનો ઉપયોગ વિપક્ષ ટીએમસીના નેતાઓને પરેશાન કરવા માટે કરાઇ રહ્યો છે.