કચ્છના સરક્રિક અને કંડલા બંદર પરના આતંકી હુમલાની શકયતાના ઇનપુટને પગલે સુરક્ષા એજન્સી સતર્ક અને ગંભીર થઇ ગઇ છે. ગુજરાતની દરિયાઇ સીમાના ૫૬ નિર્જન ટાપુઓ આતંકવાદી અને ઘૂસણખોરો માટે સોફટ ટાર્ગેટ છે. રાજયની દરિયાઇ સીમામાં ૫૬ નિર્જન ટાપુઓ આવેલા છે. આ ટાપુઓ પર ડ્રોન દ્વારા નજર રાખવામાં આવે છે.
વર્ષ ૨૦૦૮માં મુંબઇમાં થયેલા ૨૬-૧૧ના આતંકી હુમલા સમયે પાકિસ્તાની આતંકવાદીઓ ચાંચિયા બનીને અરબી સમુદ્વની ભારતીય જળસીમામાં ઘૂસી ગયા હતા અને પોરબંદરની કુબેર બોટનું અપહરણ કર્યુ હતું. જેમાં ૫ ખલાસીઓને મારી તેઓના મૃતદેહને સમુદ્રમાં ફેંકી દીધા હતા.