Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દક્ષિણ ગુજરાતમાં નર્મદા સરોવરના સ્થળે - કેવડીયા ખાતે સરકારે સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનુ નિર્માણ કર્યું છે જેનું ૩૧મી ઓકટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થવાનું છે. એ ભવ્ય સમારોહ યોજાય એ પહેલાં જ આદિવાસી લોકોમાં સમગ્ર પ્રોજેક્ટ સામે આક્રોશ ફાટી નીકળ્યો છે. ખુદ સરકારે જ તમામ નીતિ-નિયમો અને કાયદાને ધોળીને પી જઇને સમગ્ર પ્રોજેક્ટ ગરકાયદે બનાવ્યો હોવાનું આદિવાસી લોકો જણાવે છે.
જેની સામે ૩૧મી ઓકટોબરે વડાપ્રધાનના કાર્યક્રમનો સંપૂર્ણ બહિષ્કાર કરાશે. તેમજ આ દિવસે અંબાજીથી ઉમરગામ સુધીના ૫૫૦૦ ગામો બંધ પાળશે. એટલું જ નહીં કોઇનું મૃત્યુ થયું હોય અને તેના શોકમાં એ દિવસે આદિવાસી ઘરોમાં ચુલા સળગાવાતા નથી એ જ રીતે ૩૧મીએ પણ આદિવાસીનાં ઘરોમાં ચૂલા સળગાવાશે નહીં.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ