પાકિસ્તાનની ફરી એક વાર ના પાક હરકત સામે આવી છે. પાકિસ્તાન મરીન સિક્યોરિટી દ્વારા ભારતીય જળસીમા નજીક ફિશિંગ બોટોને બંધક બનાવ્યા હતા. પાકિસ્તાન દ્વારા પોરબંદરની 6 બોટ અને 35 માછીમારીના અપહરણ કરવામાં આવ્યા છે. હજુ સુધી માછીમારોના નામ અને બોટના નામ જાણી શકાયા નથી. બોટના અપહરણને લઈ માછીમાર સમાજમાં પાકિસ્તાન સામે રોષની લાગણી છવાઇ છે. નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા જ માછીમારી કરતી સૌરાષ્ટ્રની બોટોના અપહરણ કરવામાં આવ્યા હતા. થોડા દિવસ પહેલા પાકિસ્તાન દ્વારા 4 બોટ સાથે 20 માછીમારોના અપહરણ કરવામાં આવ્યા હતા. આ બાદ 2 બોટના 11 માછીમારોના અપહરણ કરવામાં આવ્યા હતા.