કોરોના વાયરસના કારણે અમદાવાદ શહેરની પરિસ્થિતિ દિવસેને દિવસે બગડતી જાય છે. અમદાવાદમાં સતત કોરોનાનાં કેસો વધી રહ્યા છે. અમદાવાદમાં હાલમાં 1100 ઉપર કોરોના પોઝિટિવ કેસ થઈ ચૂક્યા છે. તેવામાં અમદાવાદ માટે વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના જેતલપુર APMC માર્કેટમાં શાકભાજીના 3 વેપારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ વેપારીઓ અનેક લોકો સંપર્કમાં આવ્યા હોવાની આશંકા છે.
આ વેપારીઓ પાસેથી શાકભાજી ખરીદનાર લારીવાળાઓ પણ કોરોનાનો શિકાર બની શકે તેવી આશંકાઓ સેવવામાં આવી રહી છે. હાલ તો આ વેપારીઓનાં સંપર્કમાં આવેલાં લોકોને શોધવાની તપાસ ચાલી રહી છે.