પશ્ચિમ બંગાળમાં પંચાયતની ચૂંટણીના પરિણામો જાહેર થઇ ગયા છે તેમ છતા હિંસાની ઘટનાઓ યથાવત છે. તાજેતરની ઘટના દક્ષિણ ૨૪ પરગણાના ભંગોરમાં સામે આવી છે. અહીંયા હિંસા દરમિયાન ઇંડિયન સેક્યુલર ફ્રંટ (આઇએસએફ)ના કાર્યકર્તાનું મોત થયું હતું, જે બાદ ખુબ બોમ્બમારો થયો હતો. હિંસા દરમિયાન હાથમાં ગોળી વાગવાને કારણે એડિશનલ એસપી પણ ઘાયલ થઇ ગયા હતા.