દિલ્હીમાં ફરી એકવાર પ્રદૂષણનું સ્તર ખતરનાક બની ગયું છે. તાજેતરની માહિતી અનુસાર, સવારે 5 વાગ્યે પ્રદૂષણ 416 નોંધાયું છે. મોટાભાગના વિસ્તારોમાં AQI સ્તર 400થી વધુ છે. આનંદ વિહાર અને જહાંગીરપુરમાં સૌથી ગંભીર સ્થિતિ નોંધાઈ છે. બંને જગ્યાએ AQI 464 છે. દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં AQI 400થી ઉપર છે. દિલ્હીમાં ગંભીર સ્થિતિને જોતા ગઈકાલ રાતથી જ GRAP 4 લાગુ કરવામાં આવ્યો છે.