સુરત શહેરમાં આવેલી પાંડેસરા જીઆઈડીસીમાં આજે શનિવારે સવારે ફરી આગ ફાટી નીકળી છે. પાંડેસરા જીઆઈડીસીમાં આવેલી મારુતિ ડાઈંગ મિલમાં એકાએક ભીષણ આગ ફાટી નીકળી હતી. પાંડેસરા જીઆઈડીસીમાં આજે આગની આ બીજી ઘટના છે. આઘ લાગ્યાની જાણ થતાં દસથી વધુ ફાયર ફાયટરો ઘટનાસ્થળે પહોંચ્યા છે અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરે છે. જાનહાનિના કોઈ અહેવાલ નથી.