ઈસરોએ 23 ઓગસ્ટેએ ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરીને ઈતિહાસ રચ્યો હતો. ત્યારબાદ પ્રજ્ઞાન રોવરે ચંદ્રના એવા રહસ્યો ખોલ્યા કે જેને આખું વિશ્વ જોતું રહ્યું. હાલ ઈસરોએ ચંદ્રયાન-3(chandrayaan-3)ને લઇ વધુ એક વિડીયો રજૂ કર્યો છે. જેમાં તેમણે ટ્વીટ કરતા લખ્યું છે કે, વિક્રમનું ફરી એકવાર ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ થયું. વિક્રમ લેન્ડર અને પ્રજ્ઞાન રોવર મિશનના ઉદ્દેશ્યોથી સતત આગળ કામ કરી રહ્યા છે. વિક્રમ લેન્ડરે વધુ એક સફળ પ્રયોગ કર્યો છે. વિક્રમ લેન્ડરનું એન્જિન ફરી એકવાર શરૂ થયું અને તે ચંદ્રની સપાટીથી 40 સેમી ઉપર આવ્યું. વિક્રમ લેન્ડરે ફરીથી 30 થી 40 સે.મી.ના અંતરે સોફ્ટ લેન્ડિંગ કર્યું છે.