રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા બાદ રમત મંત્રાલયે પેરા ઓલમ્પિક કમિટી ઓફ ઈન્ડિયાને પણ સસ્પેન્ડ કરી દીધા. દેશની પહેલી મહિલા પેરા ઓલમ્પિક મેડલિસ્ટ દીપા મલિક આ કમિટીની અધ્યક્ષ હતી. આ કમિટી પર નેશનલ સ્પોર્ટ્સ કોડના ઉલ્લંઘનનો આરોપ છે. રમત મંત્રાલયે ઈન્ટરનેશનલ પેરા ઓલમ્પિક કમિટીને પણ તેની માહિતી આપી દીધી છે. સાથે જ પીસીઆઈની દેખરેખ માટે એડ-હૉક સમિતિ પણ બનાવી દીધી છે.