ભારતે શનિવારે દક્ષિણ આફ્રિકાને રસાકસી મેચમાં હરાવીને T20 વર્લ્ડ કપ જીત્યો હતો. જેને લઈને દેશભરમાં ઉજવણીનો માહોલ છે. દરમિયાન, એક પછી એક બે ભારતીય દિગ્ગજ ક્રિકેટરોએ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. પહેલા વિરાટ કોહલીએ કહ્યું કે આ તેની છેલ્લી T20 ક્રિકેટ મેચ હતી, જ્યારે થોડા સમય બાદ કેપ્ટન રોહિત શર્માએ પણ T20 ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી.