મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને NCPના વરિષ્ઠ નેતા અજિત પવારે રવિવારના રોજ કહ્યું કે નાગરિકતા સુધારણા કાયદા (CAA), સૂચિત રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (NRC) અને રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર (NPR) પર રાજ્યના લોકોને કોઈ જ ચિંતા કરવાની જરૂર નથી. તેમણે આ મામલે ખોટી માહિતી ફેલાવનારા લોકોની ટિકા પણ કરી હતી. CAA, NRC અને NPR વિરુદ્ધ વિધાનસભામાં કોઈ પ્રકારનો પ્રસ્તાવ લાવવાની આવશ્યકતાને પણ તેમણે ફગાવી દીધી હતી.