રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) સુવિધા વિશ્વમાં પ્રચલિત બની છે. આરબીઆઈ આ સફળતા બાદ હવે લોન સેક્ટરમાં ક્રાંતિ લાવવામાં માટે દેશમાં યુનિફાઈડ લેન્ડિંગ ઈન્ટરફેસ અર્થાત ULI લાવવાની તૈયારી કરી રહ્યા છે. જેની મદદથી ઝડપથી અને સરળતાથી લોન ઉપલબ્ધ થશે. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે સોમવારે એક કાર્યક્રમને સંબોધિત કરતાં આ અંગે માહિતી આપી હતી.