આજે ગાંધીનગરમાં ભૂપેન્દ્ર પટેલની નવી સરકારની શપથવિધિ છે. ત્યારે સાંજે કેબિનેટની પ્રથમ બેઠક યોજાશે. જેમાં તમામ મંત્રીઓના ખાતાઓની વહેંચણી કરાશે. આજે શપથગ્રહણમાં 16 મંત્રીઓ મંત્રીપદના શપથ લેશે. જેમાં આઠ કેબિનેટ અને આઠ રાજ્યકક્ષાના મંત્રીઓ હશે. બીજી તરફ શપથલેનારા મંત્રીઓને આગામી 10 દિવસ સુધી ગાંધીનગર નહીં છોડવાની સૂચના પણ આપી દેવામાં આવી છે. વિધાનસભાના નવા અધ્યક્ષ તરીકે ત્રણ નામોની ચર્ચા થઈ રહી છે. તે નામોમાં શંકર ચૌધરી, ગણપત વસાવા અને રમણલાલ વોરાના નામ સામે આવી રહ્યા છે. તેમજ ઉપાધ્યક્ષ તરીકે જેઠાભાઈ ભરવાડનું નામ ચર્ચામાં આગળ છે. સરકારમાં યુવા, મહિલા અને અનુભવી ચહેરાના આધારે મંત્રીમંડળની રચના કરવામાં આવશે.