અયાન મુખર્જીના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' બોક્સઓફિસ પર હાલ સારી કમાણી કરી રહી છે. 9 સપ્ટેમ્બરે રિલીઝ થયેલી ફિલ્મમાં લીડ રોલમાં આલિયા ભટ્ટ અને રણબીર કપૂર છે. ફિલ્મના પ્રમોશન વખતે રણબીર અને આલિયા ઉજ્જૈન મહાકાલેશ્વરના દર્શન માટે પહોંચ્યા હતા પરંતુ વિરોધના કારણે તેમણે દર્શન કરવા જવાનું ટાળ્યું હતું. એ વખતે માત્ર અયાને મહાકાલેશ્વર મંદિરમાં પૂજા કરી હતી. હવે, ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે ત્યારે અયાન મુખર્જી અને રણબીર કપૂરે પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મંદિરમાં દર્શન કર્યા હતા.