પશ્ચિમ બંગાળમાં દક્ષિણ ૨૪ પરગણા જિલ્લામાં એક ૧૦ વર્ષીય બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. બાળકી પર રેપ બાદ હત્યા કરી દેવાઇ હોવાના દાવા વચ્ચે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ઘટના બાદ ગ્રામજનોએ પોલીસ આઉટપોસ્ટને આગ લગાવી દીધી હતી અને વાહનોમાંં ભારે તોડફોડ કરી હતી. ગ્રામજનોનો આરોપ છે કે કોલકાતાની આરજી કર હોસ્પિટલના કેસમાં પોલીસે જે નબળી કાર્યવાહી કરી તેવુ જ આ મામલામાં જોવા મળ્યું છે.