રાજકોટમાં બનેલા ગોઝારા અગ્નિકાંડ બાદ ફરી એક વાર સુરત મહાનગર પાલિકા સફાળું જાગ્યું છે. સુરત મહાનગર પાલિકાએ ગેમ ઝોન સામે કાર્યવાહી કર્યા બાદ ગઈકાલે (27મી મે) મોડી રાત્રીથી આજે (28મી મે) સવાર સુધીમાં સ્ટેશન વિસ્તારમાં લાંબા સમયથી ફાયર સેફ્ટી અને અન્ય નિયમોનો ભંગ કરીને ચાલતી સંસ્થા સામે કાર્યવાહી કરી છે. અત્યાર સુધીમાં કેટલાક વિસ્તારમાં ટેક્સટાઈલ માર્કેટ, હોટલ અને હોસ્પિટલ સહિતની અનેક સંસ્થાઓમાં સીલીંગની કામગીરી હાથ ધરી છે.