બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનકે ઈન્ડોનેશિયામાં જી20 સમિટ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત બાદ મોટો નિર્ણય કર્યો છે. તેમણે ભારતીય છાત્રોના વિઝા અંગે મહત્વનો નિર્ણય લીધો છે. તેમણે દર વર્ષે 3000 ભારતીય યુવા પ્રોફેશનલ્સને યુકેના વિઝા આપવાનુ એલાન કર્યુ છે. બ્રિટિશ સરકારનુ કહેવુ છે કે આ પ્રકારની યોજનાથી લાભાન્વિત થનાર ભારત પહેલો દેશ છે.