રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાની મોનિટરી પોલિસી કમિટી (એમપીસી)એ ત્રણ દિવસની બેઠકના અંતે રેપો રેટમાં અપેક્ષા પ્રમાણે ૨૫ બેઝિસ પોઇન્ટ અથવા ૦.૨૫ ટકાનો વધારો કરીને ૬.૫૦ ટકા કર્યો છે. ફુગાવો મંદ પડવાનું શરૂ થતાં અગાઉની સરખામણીએ રેપો રેટમાં વધારો કરવાની માત્રા ધીમી પડી છે. રેપો રેટમાં વધારો કરાતા હોમ, ઓટો સહિતની રિટેલ લોન્સ મોંઘી થશે. લોન્સધારકોના ઈએમઆઈમાં પણ વધારો થશે.