સુરતના તક્ષશિલા કોમ્પ્લેક્સમાં બનેલી આગની ઘટના બાદ રાજ્યની તમામ સ્કૂલો, કોલેજો અને શૈક્ષણિક પ્રવૃત્તિ કરતી સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈ કડક પગલાં લેવા આદેશ અપાયા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલોમાં પણ વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈ આજે 384 સ્કૂલના આચાર્યો સહિત 768 મદદનીશ શિક્ષકોને સ્કૂલ ડિઝાસ્ટર તાલીમ આપવામાં આવી હતી. જો સ્કૂલમાં આગ લાગે તો કઈ રીતે ફાયર સેફટીના સાધનોનો ઉપયોગ કરવો, કઇ રીતે બાળકોને સલામત બહાર કાઢવા, જો ઈજાગ્રસ્ત હોય તો તેમને કઈ રીતે પ્રાથમિક સારવાર આપવી, 108ની મદદ કેવી રીતે કરવી વગેરેની તાલીમ આપવામાં આવી હતી.