તમામ બેઠકો પર જીતની આશા પ્રબળ બની જતા જ પ્રમુખ સી આર પાટીલ મુખ્યમંત્રી રૂપાણીને મળવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. બંને એક જ ગાડીમા કમલમ ખાતે પહોંચ્યા હતા.
વિજય બાદ સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું કે, સમગ્ર દેશમાં મતગણતરી નિર્ણાયક તબક્કામાં પહોંચી ગયા છીએ. સમગ્ર જગ્યાએ એનડીએ આગળ છે. સર્વત્ર ભાજપનો વિજય થયો છે. ગુજરાતમાં આઠેય આઠ બેઠક પર ભાજપ જીતની દિશામાં આગળ વધી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના નેતૃત્વમાં ચાલતી દિલ્હીની સરકાર તેમના કરેલા કામો એક મજબૂત નેતૃત્વ ભાજપ પાસે જ છે, જેમાં લોકોએ ભરોસો રાખ્યો છે. મતદારો અને ગુજરાતની જનતાનો આ વિજય છે. ગુજરાતમાં પણ ભાજપ સરકારે જે પ્રજાલક્ષી કામો કર્યા છે લોકોએ પ્રતિસાદ આપ્યો છે. કચ્છની દક્ષિણ ગુજરાતની આદિવાસીની સીટો સૌરાષ્ટ્રની સીટો હતી. દરેક સમાજમાં કેટલાક મુસ્લિમ વિસ્તાર હતો, આદિવાસી પ્રભાવિત વિસ્તાર હતો, ત્યાં પણ અમને મત મલ્યા છે. ડાંગના ઈતિહાસમાં પહેલીવાર આટલી સરસાઈ મળી છે. ત્યાં લોકોએ ભરી ભરીને મત આપ્યા છે. કોંગ્રેસનો સંપૂર્ણ રકાસ થયો છે, પ્રજામાં કોંગ્રેસ ખલાસ થઈ ગઈ છે. આ ચૂંટણી 2022ની ચૂંટણીનું ટ્રેલર છે. આગામી સ્થાનિક સ્વરાજની ચૂટણી, 2022ની ચૂંટણીમાં દિશાનિર્દેશન કરનારું આ પરિણામ છે.