પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વારાણસી જેવા રાજ્યભરના વિવિધ ગંગા ઘાટ પર ગંગા આરતીની શરૂઆત કરી છે. આ વર્ષે 2 માર્ચથી, ગંગા આરતી જોવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ કોલકાતામાં (Kolkata) ઉમટી રહ્યા છે. મુલાકાતીઓને મફતમાં ગંગા આરતી જોવાની તક મળી રહી છે અને આ વખતે કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશને ગંગા આરતી જોવા આવનારાઓ માટે ખીચડીના પ્રસાદની વ્યવસ્થા કરી છે