કોંગ્રેસના નવા ચૂટાયેલા લોકસભા સાંસદોની પ્રથમ બેઠક શનિવારે યોજાશે. જેમાં કોંગ્રેસના સંસદીય દળના નેતાને ચૂટવામાં આવે તેવી સંભાવના છે. સૂત્રોએ જણાવ્યું કે , અત્યારે કોંગ્રેસ સંસદીય દળ (સીપીપી)ની અધ્યક્ષતા સોનિયા ગાંધી કરી રહ્યા છે. અને પાર્ટીના તમામ 52 લોકસભા બેઠકમાં હાજર રહેવાના છે. આ બેઠકમાં કોંગ્રેસના રાજ્યસભાના સભ્યો પણ ભાગ લેશે.
સૂત્રોએ જણાવ્યું કે, સીપીપીની બેઠક સંસદના સેન્ટ્રલ હોલમાં યોજાશે, જેમાં સસંદના આગામી સત્ર માટે રણનીતિ પણ નક્કી કરવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું કે, 17મી લોકસભાની રચના પછી પોતાની પ્રથમ બેઠકમાં કોંગ્રેસ નીચલા ગૃહમાં પોતાના નેતાની ચૂંટણી પણ કરી શકે છે. તેમણે જણાવ્યું કે, 25 મેના રોજ યોજાયેલી કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક પછી આ પ્રથમ આધિકારીક બેઠક યોજાશે, જેમાં કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી પણ ભાગ લેશે.