‘દીકરીને ગાય દોરે ત્યાં જાય’ આ કહેવાત કદાચ સંવેદનાના આધારે પડી હશે. કારણ કે જૂનાગઢ જીલ્લાના કેશોદમાં એક અજીબો ગરીબ ઘટના સામે આવી છે. અહીં એક ગૌ સેવકના બેસણામાં દરરોજ ગાય આવે છે અને માણસની જેમ પોતાની લાગણી વ્યક્ત કરે છે. કહેવાય છે કે આજના આ ડીજીટલ યુગમાં માણસ પણ માણસનો ઉપકાર ભૂલી જતો હોય છે અથવા તો વ્યક્તિ ફક્ત પોતાના સ્વાર્થ પુરતો જ એક બીજામાં ભળતો હોય છે. પણ ઘણી વખત પશુ આપણને માણસ થવાનું સૂચવી જાય છે. કારણ કે કરેલા ઉપકારનો બદલો પશુ કદાચ ભૂલતું નથી.
કેશોદના આંબાવાડી વિસ્તારમાં વસવાટ કરતા કોટડિયા પરિવારના ગૌ ભક્ત સ્વ ઉકાભાઇ ખીમજીભાઇ કોટડિયાનું તાજેતરમાં તા 25.04.19ના રોજ દુઃખદ અવસાન થયું હતું. લૌકીક રિવાજ પ્રમાણે મૃતક વ્યક્તિને ત્યાં પરિવાર પર આવેલી અણધારી આફતમાં દુઃખમાં ભાગ લેવા અન્ય કુટુંબીજનો ઉત્તરક્રિયા સુધી બેસણું રાખે છે.
પરંતુ આશ્વચર્યની વાત એ છે કે એક ગાયમાતા રોજ આ બેસણામાં આવીને સૌની સાથે બેસી શોક મનાવે છે. આ ગાયમાતા સ્વ.ઉકાભાઇ કોટડિયાના ફોટા પાસે જઇ ઉભી રહે છે. ફોટા સામે માથું નમાવીને ફોટાની સામે કે બાજુમાં બેસી રહે છે અને આંસુડા સારે છે.
જણાવી દઈએ કે, સ્વ. ઉકાભાઈ કોટડીયાને તેમના જીવન દરમિયાન ગૌમાતા તરફ ખુબ જ પ્રેમ હતો. તેઓ ગાયો માટે ખુબજ ચિંતિત રહ્યા હતા. આજીવન તેઓએ ગાયોની સેવા કરી છે. ત્યારે અચાનક થયેલા તેમના મૃત્યુ પછી બેસણામાં દરરોજ આ ગાય અહી આવે છે.