બિહાર વિધાનસભા ચૂંટણી અને 8 રાજ્યોમાં થયેલી પેટાચૂંટણીમાં કોંગ્રેસના કારમા પરાજય બાદ પક્ષમાં જે વિખવાદ શરૂ થયો છે તે થંભવાનું નામ નથી લઈ રહ્યો. કપિલ સિબ્બલ અને તારિક અનવર બાદ હવે કોંગ્રેસના વધુ એક કદ્દાવર નેતા પી ચિદમ્બરમે પાર્ટીની સ્થિતિને લઈને ચિંતા વ્યક્ત કરી છે. હિન્દી અખબારને આપેલા એક ઈન્ટરવ્યૂમાં ચિદમ્બરમે કહ્યુ કે, બિહાર ચૂંટણી અને પેટાચૂંટણીના પરિણામો જણાવે છે કે પાર્ટી જમીની સ્તર પર ક્યાંય નથી. એટલું જ નહીં, તેમણે તો ત્યાં સુધી કહી દીધું કે બિહારમાં કોંગ્રેસ પોતાની તાકાતથી વધુ સીટો પર ચૂંટણી લડી, તેણે ઓછી સીટો પર ચૂંટણી લડવાની જરૂર હતી.