ચાર ડિસેમ્બરની વહેલી સવારે મણિપુરના તેંગનોપાલ જિલ્લામાં ગોળીબાર નવી ઘટના સામે આવી છે. આ દરમિયાન આસામ રાઇફલ્સે સવારે ૧૦.૩૦ વાગ્યે ગોળીબારની ગુપ્ત માહિતી મળ્યા પછી એક અભિયાન ચલાવ્યું હતું અને લીથૂ વિસ્તારમાંથી ૧૩ મૃતદેહ જપ્ત કર્યા હતાં. છેલ્લે મળેલા સમાચાર અનુસાર મૃતદેહો ઓળખ હજુ સુધી થઇ નથી. આ ઘટના કુકી બહુમતીવાળા વિસ્તારમાં બની છે.