તમિલનાડુના નાયબ મુખ્યમંત્રી ઉદયનિધિ સ્ટાલિનને જાહેર મંચ પર સનાતન ધર્મનો વિરોધ કર્યાં બાદ હવે હિન્દી ભાષા પર નિશાનો સાધ્યો છે. સ્ટાલિને ચેતવણી આપી કે, હિન્દીના કારણે તમિળ ભાષા ખતમ થઈ શકે છે. આ દરમિયાન ફન્ડના મામલે વડાપ્રધાન અને કેન્દ્ર સરકાર પર પણ સવાલ કરવામાં આવ્યાં. 2023માં સ્ટાલિને સનાતન ધર્મની તુલના કોવિડ જેવી બીમારી સાથે કરી હતી.