લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને કારમા પરાજયનો સામનો કરવો તે પછી જેમ-જેમ દિવસો પસાર થતા જાય છે તેમ-તેમ પક્ષની સ્થિતિ કફોડી થતી જાય છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજીનામું આપવા જીદ પકડી લીધી છે તો હવે ૧૨૦ પદાધિકારીઓ પણ સામુહિક રાજીનામા આપીને ગાડરિયા પ્રવાહમાં જોડાયા છે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેમના ઘર બહાર તેમને મનાવવા બેઠેલા યૂથ કોંગ્રેસના કાર્યકરો અને રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્યોને ઘરમાં બોલાવીને એવું દુઃખ પણ જાહેર કર્યું કે તેમણે રાજીનામું આપવાની પહલ કર્યા પછી પણ કોઈ મુખ્યપ્રધાન, મહામંત્રી કે પ્રદેશ અધ્યક્ષે પરાજયની જવાબદારીનો સ્વીકાર કરીને રાજીનામા નથી આપ્યા. આ પછી હવે કોંગ્રેસમાં શહીદ થવા માટે પડાપડી જામી છે. અંદાજે ૧૨૦ જેટલા પદાધિકારીએ રાહુલ ગાંધીને સામૂહિક રાજીનામું સોંપ્યું છે. બીજા સેંકડો તૈયારીમાં છે. રાજીનામા પત્ર પર હસ્તાક્ષર કરી ચૂકેલાઓમાં એઆઈસીસી સચિવ, યુવા કોંગ્રેસના પદાધિકારી, મહિલા કોંગ્રેસના પદાધિકારીઓનો પણ સમાવેશ થાય છે.