ગત વર્ષે નવેમ્બરમાં અભિનેત્રી રશ્મિકા મંદાનાનો ડીપફેક વીડિયો વાયરલ થતા સોશિયલ મીડિયા પર હડકંપ મચી ગયો હતો. ત્યારબાદ અભિનેત્રી આલિયા ભટ્ટ, કાજોલ, કેટરિના કૈફ અને પ્રિયંકા ચોપરા સહિત પૂર્વ મહાન ક્રિકેટર સચિન તેંડુલકર સહિત ઘણી સેલિબ્રિટીએ ડીપફેક વીડિયોનો શિકાર થયાની ફરિયાદ કરી હતી. આ દરમિયાન તાજેતરનો મામલો અભિનેત્રી નોરા ફતેહીનો છે. નોરા ફતેહીનો પણ એક ડીપ ફેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અભિનેત્રીએ જાતે જ આ વીડિયો પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરીને તેની ફરિયાદ કરી લોકોને ઘટનાથી વાકેફ કરાવ્યાં હતા.