કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થતા દેશમાં લોકડાઉનનો સમયગાળો 24 એપ્રિલથી વધારીને 3 મે કરવાની જાહેરાત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી છે. આ વચ્ચે મુંબઈના બાન્દ્રા રેલ્વે સ્ટેશન પર મોટી સંખ્યામાં પ્રવાસી મજૂરો ઘરે જવાની માગ પર ભેગા થયા હતા. ત્યારે હવે સુરતના વરાછા વિસ્તારમાં પણ મોટી સંખ્યામાં પ્રવાસી મજૂરો ઘરે જવાની માગ અને ભોજનની માગને લઈને રસ્તા પર ઉતરી આવ્યા હતા. જોકે, પોલીસની સમજાવટ પછી મામલો શાંત થયો હોવાની જાણકારી મળી છે. ઉલ્લેખનીય છે કે, આ મજૂરોને લોકડાઉન ખતમ થવાની ઇન્તેજારી હતી પરંતુ લોકડાઉન વધવાથી તેઓની ધીરજ ખૂટી ગઈ છે સાથે જ ધંધા રોજગાર ન હોવાથી તેમને જીવન જરૂરિયાત વસ્તુઓ માટે પણ હાલાકી ભોગવવી પડી રહી છે.