કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ (R. G. Kar Medical College And Hospital)માં 9મી ઓગસ્ટના રોજ ટ્રેઈની મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યા કરાયા બાદ પશ્ચિમ બંગાળ સહિત દેશભરમાં વિરોધો થયા હતા. આ સાથે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી (CM Mamata Banerjee)ની સરકાર વિરુદ્ધ પણ ચોતરફ દેખાવો તેમજ હડતાળો થઈ હતી. જોકે હવે આ કેસમાં કેન્દ્રી તપાસ સંસ્થા (CBI)નો વિરોધ શરૂ થઈ ગયો છે.