આમ આદમી પાર્ટી (AAP) દ્વારા ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્મા વિરુદ્ધ કેન્દ્રીય ચૂંટણી આયોગને આપવામાં આવેલી ફરિયાદને આજે ગુરુવારે દિલ્હી ચૂંટણી કમિશનરને મોકલવામાં આવી. ચૂંટણી આયોગે દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારીને AAPની ફરિયાદની તપાસ કરવા, તથ્યોની ખાતરી કરવા અને આદર્શ આચારસંહિતા મુજબ તાત્કાલિક યોગ્ય પગલા લેવા જણાવ્યું છે. જેમાં કાર્યવાહીનો રિપોર્ટ કમિશનને મોકલવામાં આવશે.