કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ટોણો મારતા કહ્યું હતું કે મોદી હાર ભાળી ગયા છે અને ચાર જૂન (ચૂંટણી પરિણામો) પછી ખુદની ઇડી દ્વારા તપાસ ના થાય તેથી બચવા માટે પોતાને અવતાર ગણાવવા લાગ્યા છે. રાહુલે કહ્યું હતું કે મોદી એટલે પરમાત્મા વાળી સ્ટોરી લઇને આવ્યા છે કે જેથી ચાર જૂન પછી ઇડી દ્વારા તેમને સવાલો કરવામાં આવે તો તેઓ જવાબ આપી શકે કે મને કઇ નથી ખબર.