મહેસાણા ડેરી છેલ્લા કેટલાક સમયથી અનેક વખત વિવાદમાં રહી છે. લોકસભા ચુંટણી સમયે મહેસાણ સ્થિત દૂધ સાગર ડેરીએ કોંગ્રેસને સાથ આપ્યો હતો. ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન સાથે છેડો ફાડી દીધો છે ત્યાર બાદ પહેલી વખત આંતરરાષ્ટ્રીય ફલક પર સમજૂતી કરારો દૂધના દેશ ડેનમાર્ક સાથે કર્યા છે.
ડેનમાર્કના ઓડેન્સે પ્રાંતમાં આવેલી કોલ્ડ કોલેજ સમગ્ર ઉત્તર યુરોપમાં એકમાત્ર ડેરી શિક્ષણ અને તાલીમ આપતી કોલેજનો ભાગ હવે મહેસાણા દૂધ સાગર ડેરી પણ બની છે. દૂધસાગર ડેરીની દૂરડા સંસ્થા સંચાલિત MIDFT કોલેજે યુરોપના ડેનમાર્કની કોલ્ડ કોલેજ સાથે શૈક્ષણિક આદાન પ્રદાનના માટે કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે તાજેતરમાં એમઓયુ સાઇન કર્યા છે.
દૂધ સાગર ડેરીના આ કાર્યથી ડેનમાર્કની સરકાર સાથે પણ MoU કરવાથી મહેસાણાના ગામડામાં દૂધ ઉત્પાદક વિદ્યાર્થીઓને આંતર રાષ્ટ્રીય કક્ષાની શિક્ષણ તાલીમ મેળવી શકશે. મહેસાણાનું દુધ હવે ડેરી ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી ઘડવામાં મહત્વનો ફાળો આપશે. મહેસાણા દૂધ સાગર ડેરીમાં ભણતા વિદ્યાર્થી હવે ડેન્માર્કની કોલેજના વિદ્યાર્થીઓને સહકારી માળખા થકી દૂધનું ઉત્પાદન અંગે શીખ આપશે.