ગુરુવારે અમેરિકી સેનેટે સરકારી ઉપકરણો પર ટિકટોકના ઉપયોગ પર રોક લગાવી દીધી. સેનેટે સરકારી ઉપકરણોમાં ટિકટોકના ઉપયોગ પર રોક લગાવવા માટે મતદાન કર્યું હતું. વ્હાઈટહાઉસે કહ્યું કે સુરક્ષાને જોતા ટિકટોક મોટું જોખમ છે આથી આવું પગલું લેવું જરૂરી છે. આ બધા વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કરીને અમેરિકી કંપનીઓને ચાઈનીઝ એપ ટિકટોક અને વીચેટના માલિકોની સાથે કોઈ પણ પ્રકારની 'લેવડદેવડ' પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ માટે 45 દિવસનો સમય અપાયો છે.
અમેરિકી રાષ્ટ્રપતિએ ગુરુવારે સાંજે ચીની એપ ટિકટોક અને વીચેટને 45 દિવસની અંદર બેન કરવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. આ અગાઉ સેનેટે એકમતથી અમેરિકી કર્મચારીઓના ટિકટોક નહીં વાપરવાના આદેશ પર પોતાની મંજૂરી આપી હતી. પ્રતિબંધના આદેશ પર હસ્તાક્ષર કર્યા બાદ ટ્રમ્પે કહ્યું કે આ પ્રતિબંધ જરૂરી છે કારણ કે અવિશ્વાસુ એપ જેવી ટિકટોકથી ડેટા ભેગો થવોએ દેશની રાષ્ટ્રીય સુરક્ષા સામે જોખમ છે.