Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (Prime Minister Narendra Modi) હસ્તે ગાંધીનગરમાં ‘સેમિકોન ઇન્ડિયા 2023’નું ઉદ્ઘાટન કર્યુ. સાથે જ તેમણે સેમિકોન ઇન્ડિયા 2023ના (Semicon India 2023) પ્રદર્શનને નિહાળ્યુ હતુ. જે પછી તેમણે આ કાર્યક્રમમાં સંબોધન કર્યુ હતુ. જેમા તેમણે જણાવ્યુ કે મે સેમિકોન ઇન્ડિયા 2023નું પ્રદર્શન જોયુ. હું યુવા પેઢીને આગ્રહ કરુ છુ કે પ્રદર્શન જોવા જરુર જવુ. જેથી દુનિયાએ શું ટેકનોલોજી ઊભી કરી છે તે જાણી શકે. સાથે જ તેમણે ભારત ટેક્નોલોજીને લઇને કેટલુ આગળ વધી રહ્યુ છે તેની માહિતી આપી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યુ કે ગત વર્ષે સેલિકોન ઇન્ડિયાનું પહેલુ એડિશન યોજાયુ હતુ. ત્યારે ચર્ચા એ હતી કે ભારતે સેમિકોનમાં કેમ રોકાણ કરવુ જોઇએ. હવે સવાલ બદલાયો છે કે કેમ રોકાણ ન કરવુ જોઇએ. માત્ર સવાલ નથી બદલાયો પણ પવનની દિશા પણ બદલાઇ છે. આ દિશા તમારા પ્રયાસોએ બદલ્યો છે. જેથી અહીં હાજર તમામ કંપનીઓને અહીં ભાગ લેવા માટે આભાર માનુ છે.
તેમણે જણાવ્યુ કે સેમિકોન ઇન્ડિયાના લક્ષ્યમાં ભારતની મોટી ભૂમિકા છે. તમે ભારત સાથે પોતાના ભવિષ્ય અને સપનાને જોડ્યા છે અને ભારત કોઇને પણ નિરાશ નથી કરતુ. એકવીસમી સદીના ભારતમાં તમારા માટે અવસર જ અવસર છે. આજે ગ્લોબલ સેક્ટરમાં આપણા શેર ઘણા વધ્યા છે. બે વર્ષમાં જ 100 કરોડને પાર, ભારતમાં બનેલા મોબાઇલ એક્સપોર્ટ બે ગણું વધ્યુ છે. ભારત અત્યારે દુનિયાના બેસ્ટ મોબાઇલ બનાવે છે અને એકસ્પોર્ટ કરે છે. 2014 પહેલા ભારતમાં માત્ર 2 મોબાઇલ મેન્યુફેક્ચર યુનિટ હતા. આજે તેની સંખ્યા 200થી વધુ છે.
 

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ