થોડા દિવસ પહેલા હૈદ્રાબાદના ઝૂમાં આઠ સિંહ કોરોનાથી સંક્રમિત થયા હતા અને હવે યુપીના ઈટાવા ખાતે આવેલા લાયન સફારી પાર્કમાં બે સિંહણને પણ કોરોના થયો હોવાના અહેવાલો મળ્યા છે.એ પછી તંત્રમાં દોડધામ મચી ગઈ છે.
સફારી પાર્કના અધિકારીઓએ કહ્યુ હતુ કે, ગૌરી અને જેનિફર નામની બે સિંહણનો ટેસ્ટ કરાયો હતો અને તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.30 એપ્રિલે આ બંને સિંહણોએ ભોજન પૂરૂ કર્યુ નહોતુ અને એ પછી સફારી પાર્કના ડોકટરોએ તેમનો કોરોના ટેસ્ટ કર્યો હતો .સાથે સાથે તેમને તાવ હોવાનુ પણ દેખાયુ હતુ.તેમના બ્લડ ટેસ્ટના સેમ્પલ પણ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા.