Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ગુજરાત હાઈકોર્ટે વીડિયો કોન્ફરન્સ દ્વારા સંભળાવેલાં ધોળાકા વિધાનસભાની 2017ની ચૂંટણીની ગેરરિતી કેસનાં ચુકાદામાં રાજ્યના કાયદામંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને મોટો ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડવની પિટિશન મુજબના અવલોકન બાદ ધોળકા વિધાનસભાની ચૂંટણી રદ્દ કરી છે. આ ચુકાદાને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ સહિત તમામ દિગ્ગજ કોંગી નેતાએ આવકાર્યો છે.

હાઈકોર્ટનો ચુકાદો આવતાં જ કોંગ્રેસના નેતાઓમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલે ટ્વિટ કરી કહ્યું કે સત્યમેવ જયતે. આ સાથે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે હાઈકોર્ટના ચુકાદાને આવકાર્યો હતો અને કહ્યું કે ગુજરાતની ચૂંટણીનું મોડેલ આ ચુકાદાથી ખુલ્લું પડ્યું. ગુજરાતના કાયદા પ્રધાન ભુપેન્દ્રસિંહની જીત મુદ્દેનો આ ઐતિહાસિક ચુકાદો રહેશે.

ભુપેન્દ્રસિંહના ચુકાદા અંગે કોંગ્રેસના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું કે, ચુકાદાથી એ ખુલ્લું પડ્યું કે ભાજપ સરકારે સત્તાનો દુરપયોગ કર્યો હતો. નામદાર કોર્ટના ચુકાદો આવ્યો છે તે સ્પષ્ટ કરે છે કે આ સરકારમાં અધિકારીઓનો ખોટો ઉપયોગ થાય છે.

અમિત ચાવડાએ રાજ્ય સરકારને આ ચુકાદા અંગે  કહ્યું કે , રાજ્ય સરકાર હાઈકોર્ટના આ ચુકાદાની તાત્કાલિક અમલવારી કરાવે. રાજ્ય સરકાર ચુકાદાનું પાલન નહીં કરે તો કોંગ્રેસ સુપ્રીમ કોર્ટમાં જશે. આ ઉપરાંત ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ નૈતિકતાના ધોરણે રાજીનામું આપવું જોઈએ. ખોટી રીતે ચૂંટાયા હોવાનું હાઇકોર્ટ કહેતી હોય ત્યારે તેમને પદ પર રહેવાનો અધિકાર નથી. મુખ્યમંત્રીએ પણ આ બાબતે વિચાર કરી યોગ્ય નિર્ણય લેવો જોઈએ.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ