ભાજપને 2024 લોકસભા ચૂંટણીમાં અપેક્ષિત સફળતા ન મળ્યા બાદ અનેકવાર એવું લાગી રહ્યું હતું કે, હવે ભાજપનો પડતીનો સમય આવી ગયો છે. મોટાભાગના એક્ઝિટ પોલ જણાવી રહ્યાં છે કે, દિલ્હીમાં ભાજપની સરકાર બનવા જઈ રહી છે. હરિયાણા બાદ મહારાષ્ટ્રમાં ભારે વિજય બાદ દિલ્હીમાં પણ ભાજપ પોતાની વિજય ગાથા શરૂ રહેતાં ભાજપની પડતીની વાતો ફક્ત ચર્ચા બનીને જ રહી જશે. કારણ કે, દિલ્હીની ચૂંટણી હરિયાણા અને મહરાષ્ટ્ર કરતાં અઘરી હતી. અહીં ભાજપ લોકપ્રિય થઈને પણ હારી રહી હતી. ગત ત્રણ લોકસભા ચૂંટણીમાં ભાજપ દિલ્હીમાં ક્લીન સ્વીપ સાથે રાજ કરતી હતી.