કોરોના વાયરસના કેસો સતત વધી રહ્યા છે પરંતુ આ બધાની વચ્ચે રાહતના સમાચાર પણ સામે આવ્યા છે. દેશના ત્રણ રાજ્ય અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી સંપૂર્ણપણે મુકત થઇ ગયા છે.
ગોવા અને મણિપુર બાદ ત્રિપુરા પણ કોરોના મુક્ત રાજ્ય બની ગયું છે. ત્રિપુરાના તમામ દર્દી સ્વસ્થ થઇ ગયા છે. ત્રિપુરાના CM બિપ્લવ કુમાર દેવે ટ્વીટ દ્વારા ખુશી વ્યકત કરી છે. તેમણે રાજ્યના તમામ લોકોને સોશિયલ ડિસ્ટેંસિંગ અને સરકારી ગાઇડલાઇનનું પાલન કરવાનો અનુરોધ કર્યો છે. સાથે જ તમામ ડોકટર્સ, હેલ્થકેર સ્ટાફ અને તમામ કોરોના ફાઇટર્સને ત્રિપુરાને કોરોના ફ્રી બનાવા માટેનો આભાર વ્યક્ત કર્યો.